dcsimg

તકમરિયાં ( Gujarati )

provided by wikipedia emerging languages

તકમરિયાં (ખોટી પણ જાણીતી જોડણી: તખમરીયા કે તકમરીયા) એ તુલસીના કૂળની જ વનસ્પતિ Ocimum basilicum (pilosum), ડમરો કે ડમરાની જ એક જાત એવી વનસ્પતિના બીજ છે. અંગ્રેજી ભાષામાં તેને બેસિલ/બાસિલ/બાઝિલ (Basil) કહેવામાં આવે છે. ઠંડક આપતા પીણા ફાલુદાનો તે અગત્યનો ઘટક છે.

તકમરિયા, આજવલા કે નાસબો (સંસ્કૃત: बर्बरि, वर्वर, मन्जरिकि; મરાઠી: तुखमरिया, सब्झाचे बीज[૧];અંગ્રેજી: Basil, Thai basil, sweet basil; વૈજ્ઞાનિક નામ: Ocimum basilicum (pilosum)) એક છોડ સ્વરૂપની વનસ્પતિ છે. તે ૦.૫થી ૨.૫ ફુટ ઊંચા ઉગે છે અને તુલસીને મળતા આવે છે.એના પાન અને ફુલની મંજરી તુલસી જેવી જ હોય છે. એના ફુલ ધોળા અને ફળ કાળા થાય છે. એના આખા છોડવા પર ઘણુ કરીને સફેદ કે જાંબુડી છાયા લેતા રંગના નીચા નમતા વાળની રૂંવાટી હોય છે. અને એના છોડવામાંથી નીલીચા (Lemnon-grass)ના છોડવામાંથી નીકળતી સુગંધને મળતી પણ ઘણી તીક્ષ્ણ સુગંધ નીકળતી હોય છે, જેથી એનો છોડવો તરત ઓળખાઈ આવે છે [૨].

વ્યુત્પત્તિ

તુખ્મેરિહાન (તુખ્મ-એ-રિહાન) એટલે રિહાનનાં બીજ ઉપરથી તકમરિયાં થયેલ છે[૩].તુખ્મેરીહાન પરથી અપભ્રશ તખમરીયાં અને તખમરીયાંનું અપભ્રશ થઇને તકમરિયાં શબ્દ બન્યો છે.

ઉપયોગીતા

 src=
તકમરિયાં (બીજ)

તકમરિયાં ઝીણાં કાળા રંગનાં દાણા જેવાં હોય છે. તે શીતળ છે અને પ્રમેહ, વીર્યસ્ત્રાવ, મરડો, પ્રદર ને પેશાબની બળતરા ઉપર સાકર નાખીને પાણીમાં અગર દૂધમાં પીવાય છે. પાણીમાં તે ભૂરા રંગનાં થઈ જાય છે અને ઠંડક માટે વપરાય છે. તેની માત્રા એકથી બે તોલા છે. આ છોડ તુલસીના જેવો પણ નાનો થાય છે. તેમાં ફૂલ ધોળાં અને ચાર કાળાં બીજડાંવાળાં થાય છે. છોડવામાંથી લીંબુના જેવી સુગંધ નીકળે છે. જનાવરોનો તે ચારો છે. તે જંતુનાશક હોઈ ચેપી રોગચાળા વખતે લોકો તેનો છોડ ઘરમાં બાંધી શકે છે. તેનાં પાનનો રસ જખમ રૂઝવે છે અને માખીનાં ઈંડાંનો નાશ કરે છે. ઝામરના ઉપર કાળાં મરી તથા તકમરિયાંનાં પાનની પોટીસ બાંધવાથી ફાયદો થવાનું મનાય છે.[૩]

સંદર્ભ

  1. "Ocimum basilicum". https://sites.google.com/site/efloraofindia. External link in |website= (મદદ)
  2. ઠાકર, જયકૃષ્ણ ઈંદ્રજી (૧૯૧૦). "નં ૪૪૬". વનસ્પતિશાસ્ત્ર - કાઠિયાવાડના બરડા ડુંગરની જડીબુટ્ટી તેની પરીક્ષા અને ઉપયોગ. મુંબઈ: ધી "ગુજરાતી" પ્રિન્ટીંગ પ્રેસ. pp. ૫૭૯-૫૮૧. Check date values in: |year= (મદદ)
  3. ૩.૦ ૩.૧ ગોંડલનરેશ શ્રી ભગવતસિંહજી. "તકમરિયાં". ભગવદ્ગોમંડલ. www.bhagvadgomandal.com. Retrieved ૦૭ મે ૨૦૧૫. Check date values in: |accessdate= (મદદ)
license
cc-by-sa-3.0
copyright
વિકિપીડિયા લેખકો અને સંપાદકો

તકમરિયાં: Brief Summary ( Gujarati )

provided by wikipedia emerging languages

તકમરિયાં (ખોટી પણ જાણીતી જોડણી: તખમરીયા કે તકમરીયા) એ તુલસીના કૂળની જ વનસ્પતિ Ocimum basilicum (pilosum), ડમરો કે ડમરાની જ એક જાત એવી વનસ્પતિના બીજ છે. અંગ્રેજી ભાષામાં તેને બેસિલ/બાસિલ/બાઝિલ (Basil) કહેવામાં આવે છે. ઠંડક આપતા પીણા ફાલુદાનો તે અગત્યનો ઘટક છે.

તકમરિયા, આજવલા કે નાસબો (સંસ્કૃત: बर्बरि, वर्वर, मन्जरिकि; મરાઠી: तुखमरिया, सब्झाचे बीज;અંગ્રેજી: Basil, Thai basil, sweet basil; વૈજ્ઞાનિક નામ: Ocimum basilicum (pilosum)) એક છોડ સ્વરૂપની વનસ્પતિ છે. તે ૦.૫થી ૨.૫ ફુટ ઊંચા ઉગે છે અને તુલસીને મળતા આવે છે.એના પાન અને ફુલની મંજરી તુલસી જેવી જ હોય છે. એના ફુલ ધોળા અને ફળ કાળા થાય છે. એના આખા છોડવા પર ઘણુ કરીને સફેદ કે જાંબુડી છાયા લેતા રંગના નીચા નમતા વાળની રૂંવાટી હોય છે. અને એના છોડવામાંથી નીલીચા (Lemnon-grass)ના છોડવામાંથી નીકળતી સુગંધને મળતી પણ ઘણી તીક્ષ્ણ સુગંધ નીકળતી હોય છે, જેથી એનો છોડવો તરત ઓળખાઈ આવે છે .

license
cc-by-sa-3.0
copyright
વિકિપીડિયા લેખકો અને સંપાદકો