dcsimg

વિંછી (પ્રાણી) ( Gujarati )

provided by wikipedia emerging languages

વિંછી દક્ષિણ ધ્રુવ સિવાયના સમગ્ર વિશ્વમાં જોવા મળતો એક જીવ છે. અષ્ટપાદ (આર્થ્રોપોડા -Arthropoda) સમૂહમાં સમાવિષ્ટ આ ઝેરી જીવ કરોળિયા વર્ગમાં આવે છે.

તેના મોઢા આગળ બે અણીયાળા આંકડા અને વાંકી પૂંછડીને છેડે ઝેરી ડંખને કારણે ભયાનક દેખાવના વિંછી જંતુ નથી પણ આઠ પગ વાળા જીવ છે. તેને માથા ઉપર બે આંખો ઉપરાંત માથાની બંને બાજુ તરફ પાંચ પાંચ બીજી એમ કુલ બાર આંખો હોય છે. સખત કવચવાળા શરીરને કારણે તે ચમકતા હોય એવું લાગે છે. તે આઠ પગ વડે ઝડપથી ચાલે છે. તેના પેટ નીચે સુક્ષ્મ રૂંવાટી હોય છે. આ રૂંવાટીમાં સેન્સર હોય છે, જે જમીનમાં થતી ઝીણી ધ્રુજારી પણ પકડી લે છે, જેના વડે કઈ તરફ જવું તે નક્કી કરી શકે છે.

હાલમાં લગભગ ૧૫૦૦થી વધુ જાતિઓના વિંછી જગતમાં જોવા મળે છે, જે પૈકી લગભગ ૨૫ જેટલી જાતો ઘાતક નીવડે એવી ઝેરી હોય છે.[૧].

સંદર્ભો

  1. Gary A. Polis (1990). The Biology of Scorpions. Stanford University Press. ISBN 978-0-8047-1249-1. Check date values in: |year= (મદદ)
license
cc-by-sa-3.0
copyright
વિકિપીડિયા લેખકો અને સંપાદકો

વિંછી (પ્રાણી): Brief Summary ( Gujarati )

provided by wikipedia emerging languages

વિંછી દક્ષિણ ધ્રુવ સિવાયના સમગ્ર વિશ્વમાં જોવા મળતો એક જીવ છે. અષ્ટપાદ (આર્થ્રોપોડા -Arthropoda) સમૂહમાં સમાવિષ્ટ આ ઝેરી જીવ કરોળિયા વર્ગમાં આવે છે.

તેના મોઢા આગળ બે અણીયાળા આંકડા અને વાંકી પૂંછડીને છેડે ઝેરી ડંખને કારણે ભયાનક દેખાવના વિંછી જંતુ નથી પણ આઠ પગ વાળા જીવ છે. તેને માથા ઉપર બે આંખો ઉપરાંત માથાની બંને બાજુ તરફ પાંચ પાંચ બીજી એમ કુલ બાર આંખો હોય છે. સખત કવચવાળા શરીરને કારણે તે ચમકતા હોય એવું લાગે છે. તે આઠ પગ વડે ઝડપથી ચાલે છે. તેના પેટ નીચે સુક્ષ્મ રૂંવાટી હોય છે. આ રૂંવાટીમાં સેન્સર હોય છે, જે જમીનમાં થતી ઝીણી ધ્રુજારી પણ પકડી લે છે, જેના વડે કઈ તરફ જવું તે નક્કી કરી શકે છે.

હાલમાં લગભગ ૧૫૦૦થી વધુ જાતિઓના વિંછી જગતમાં જોવા મળે છે, જે પૈકી લગભગ ૨૫ જેટલી જાતો ઘાતક નીવડે એવી ઝેરી હોય છે..

license
cc-by-sa-3.0
copyright
વિકિપીડિયા લેખકો અને સંપાદકો