અંગ્રેજી નામ=ધ બ્લેકકેપ્ડ બ્લેકબર્ડ શાસ્ત્રીય નામ=ટરડસ મેરૂલા નાઇગ્રોપીલીયસ (લાફ્રેસ્નાઇ)
કદ કાબર જેવડું હોય છે.નર કસ્તુરીનો રંગ કાળો કથ્થાઇ અને માથા પર કાળી ટોપી તથા પેટાળ ધુમાડીયું રાખોડી રંગનું.માદાનો રંગ વધારે કથ્થાઇ હોય છે.બન્નેની ચાંચ નારંગી,પગ પીળાશ પડતા,આંખ કથ્થાઇ હોય છે.
ડુંગરાળ વન પ્રદેશમાં,ઘાટી જગ્યાએ અને માણસોથી દુર રહેવાનું પસંદ કરે છે.વૃક્ષનીં ઉંચી ડાળ પર બેસવાનું અને જમીન પર આવવું પડેતો ઘાંટા ઝાડી ઝાંખરામાં વસવું પસંદ કરે છે.
જમીન ખોદી તેમાંથી અળશીયા અને જીવાત,વનફળો,પેપડા,ટેટા વિગેરે ખાય છે.
ચક-ચક અવાજ કરે છે.પરંતુ મધુર સ્વરમાં ગાયન અને બિજા પક્ષીઓની નકલ પણ શાનદાર કરે છે.
અંગ્રેજી નામ=ધ બ્લેકકેપ્ડ બ્લેકબર્ડ શાસ્ત્રીય નામ=ટરડસ મેરૂલા નાઇગ્રોપીલીયસ (લાફ્રેસ્નાઇ)