ફુરસા કે પડકું કે પૈડકું (અંગ્રેજી:Saw-Scaled Viper, Carpet Viper; દ્વિપદ-નામ:Eachis carinatus) એ ગુજરાતમાં દેખાતી સર્પોના કુલ બાર(૧૨) કુટુંબોની ત્રેસઠ[૧] (૬૩) જાતિઓમાંની એક ઝેરી સર્પની જાતી છે[૨][૩]
પૃખ્ત વયનાં સર્પની વધુમાં વધુ લંબાઈ ૩૨ ઇંચ જોવા મળી છે[૨].
આ સર્પ ભોજન માટે મોટેભાગે તીડ, કરચલા, જીંવડા, અળસિયા, ગોકળગાય, કરોળીયા, વીંછી, કાનખજુરા, દેડકા, ગરોળી અને કાચિંડા પસંદ કરે છે[૨].
વરસમાં એક કે બે વખત પ્રજનન કરી દરેક વેતરે ૪ થી ૮ બચ્ચા ને જન્મ આપે છે. જન્મ સમયે બચ્ચાની લંબાઈ ૩ ઈંચ હોય છે[૨].
હીમોટોક્સિન પ્રકારનું ઝેર ધરવાતો હોવાથી એ કરડે ત્યારે માણસનાં લોહીમાંના રક્તકણો નાશ પામે છે અને અંતે મગજને પ્રાણવાયું ન મળવાથી માણસનું મૃત્યુ થાય છે[૪]. એ ગુંચળું વળીને પોતાના શરીર પરનાં ભીંગડાં એકબીજા સાથે ઘસીને એક ખાસ અવાજ પેદા કરે છે[૩]. પોતાના શરીરનાં ગુંચળાનો સ્પ્રીંગની માફક ઉપયોગ કરીને એ કુદકો મારી શકતો હોવાથી[૩] લોકબોલીમાં એને ઉડકણું પણ કહે છે. અંગ્રેજીભાષાનું નામ સો-સ્કેલ્ડ વાઇપર છે[૫].
|accessdate=
(મદદ) ફુરસા કે પડકું કે પૈડકું (અંગ્રેજી:Saw-Scaled Viper, Carpet Viper; દ્વિપદ-નામ:Eachis carinatus) એ ગુજરાતમાં દેખાતી સર્પોના કુલ બાર(૧૨) કુટુંબોની ત્રેસઠ[૧] (૬૩) જાતિઓમાંની એક ઝેરી સર્પની જાતી છે