dcsimg

રણ કાચબો ( Gujarati )

provided by wikipedia emerging languages

રણકાચબો (અંગ્રેજી: Desert tortoise)એ પૃથ્વી પર જોવા મળતું એક પ્રાણી છે. પ્રાણીઓમાં કાચબા મુખ્યત્વે બે જાતના હોય છે. કાચબા પાણીમાં રહેનારા તેમ જ જમીન પર રહેનારા એમ બે જાતના હોય છે.

ઉત્તર અમેરિકા ખાતે જોવા મળતો રણકાચબો લાંબા સમય સુધી પાણી વિના રહી શકે છે. તે ૯ થી ૧૫ ઇંચ લંબાઈ ધરાવતો હોય છે. તેનું આયુષ્ય ૮૦ વર્ષ જેટલું લાંબુ હોય છે.

રણ કાચબાની પીઠ ઘુમ્મટ આકારની અને અન્ય કાચબાઓ કરતાં વધુ ઉપસેલી હોય છે. તેની પીઠ પર લીલા રંગનું કવચ હોય છે. આ કાચબો જમીનમાં દર બનાવીને રહે છે, આથી જમીન ખોદવા માટે તેના આગલા પગના નહોર ચપટાં હોય છે. રણમાં થતી થોર પ્રજાતિની વનસ્પતિઓ તેનો મુખ્ય ખોરાક છે.

રણ કાચબો પ્રચંડ ગરમી સહન કરી શકે છે. વધુ ગરમીના દિવસોમાં તે જમીનમાં ઉંડો દર કરીને ભુગર્ભમાં છ ફૂટ ઊંડે ચારથી પાંચ મહિના સુષુપ્તાવસ્થામાં રહે છે. આ કાચબાના શરીરમાં પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા હોય છેે[૩].

સંદર્ભો

  1. Tortoise & Freshwater Turtle Specialist Group (1996) Gopherus agassizii. In: IUCN 2012. IUCN Red List of Threatened Species. Version 2012.2.
  2. "Checklist of Chelonians of the World" (PDF). Vertebrate Zoology. 57 (2): 280. 2007. the original (PDF) માંથી 2010-12-17 પર સંગ્રહિત. Retrieved 29 May 2012. Unknown parameter |author૧= ignored (મદદ); Unknown parameter |author૨= ignored (મદદ); Check date values in: |accessdate=, |year=, |archivedate= (મદદ)
  3. પાણી વિના જીવતો : રણકાચબો, ગુજરાત સમાચાર, ઝગમગ પૂર્તિ, તા. ૦૭/૦૧/૨૦૧૭
license
cc-by-sa-3.0
copyright
વિકિપીડિયા લેખકો અને સંપાદકો

રણ કાચબો: Brief Summary ( Gujarati )

provided by wikipedia emerging languages

રણકાચબો (અંગ્રેજી: Desert tortoise)એ પૃથ્વી પર જોવા મળતું એક પ્રાણી છે. પ્રાણીઓમાં કાચબા મુખ્યત્વે બે જાતના હોય છે. કાચબા પાણીમાં રહેનારા તેમ જ જમીન પર રહેનારા એમ બે જાતના હોય છે.

ઉત્તર અમેરિકા ખાતે જોવા મળતો રણકાચબો લાંબા સમય સુધી પાણી વિના રહી શકે છે. તે ૯ થી ૧૫ ઇંચ લંબાઈ ધરાવતો હોય છે. તેનું આયુષ્ય ૮૦ વર્ષ જેટલું લાંબુ હોય છે.

રણ કાચબાની પીઠ ઘુમ્મટ આકારની અને અન્ય કાચબાઓ કરતાં વધુ ઉપસેલી હોય છે. તેની પીઠ પર લીલા રંગનું કવચ હોય છે. આ કાચબો જમીનમાં દર બનાવીને રહે છે, આથી જમીન ખોદવા માટે તેના આગલા પગના નહોર ચપટાં હોય છે. રણમાં થતી થોર પ્રજાતિની વનસ્પતિઓ તેનો મુખ્ય ખોરાક છે.

રણ કાચબો પ્રચંડ ગરમી સહન કરી શકે છે. વધુ ગરમીના દિવસોમાં તે જમીનમાં ઉંડો દર કરીને ભુગર્ભમાં છ ફૂટ ઊંડે ચારથી પાંચ મહિના સુષુપ્તાવસ્થામાં રહે છે. આ કાચબાના શરીરમાં પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા હોય છેે.

license
cc-by-sa-3.0
copyright
વિકિપીડિયા લેખકો અને સંપાદકો