શિવલીંગી (વનસ્પતિ) અથવા કૈલાસપતિ નામ વડે પણ ઓળખાતા આ વૃક્ષનુ ઉદ્ભવસ્થાન અમેરિકા ખંડનો દક્ષિણ કેરેબિયન વિસ્તાર અને એમેઝોન વિસ્તાર ગણાય છે..[૧] આ ઉપરાંત બીજા વિશ્વના ઘણા સ્થળોએ આ વૃક્ષ ઉગાડવામાં આવે છે..[૨] ભારત દેશમાં પણ લગભગ 3000 વર્ષોથી તેનું અસ્તિત્વ છે એમ વનસ્પતિશાસ્ત્રીઓ માને છે.
આ વૃક્ષનું વૈજ્ઞાનિક નામ Couroupita guianensis એ તેના શોધક એવા ફ્રેંન્ચ વનસ્પતિશાસ્ત્રી J.F. Aublet દ્વારા આપવામાં આવેલ છે.
આ વૃક્ષનું સામાન્ય અંગ્રેજી નામ તેના ફળોનો દેખાવ તોપગોળા જેવો હોવાના કારણે છે. આ વૃક્ષને માણસોની અવરજવરથી દૂર ઉગાડવામા આવે છે કારણ કે તેના ફળો પાકીને આપમેળે પડે ત્યારે ગંભીર ઇજા કરી શકે એટલા વજનદાર હોય છે. વૃક્ષ પર ફળો પાકે ત્યારે દૂર રહેવુ હિતાવહ છે.
આ વૃક્ષની ઊંચાઈ ૩૫ મીટર સુધી વધતી હોય છે. તેનાં પર્ણો ઝૂમખામાં અને વિવિધ કદનાં (૮ થી ૩૧ સે.મી.) હોય છે.[૩] એનાં ફૂલો તીવ્ર સુગંધ ફેલાવે છે, જેની માત્રા રાત્રી,[૪] તેમ જ વહેલી સવાર દરમ્યાન વધુ હોય છે.[૩]
આ વૃક્ષની છાલ, પર્ણો , ફૂલ અને ફળ ને ઔષધિય ઉપયોગમાં લેવામાં આવે છે અને તે એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીસેપ્ટિક ગુણધર્મો ધરાવે છે તેમ માનવામાં આવે છે.
આ વૃક્ષ શ્રીલંકા અને થાઇલેન્ડના બૌધ્ધ મંદિરોમાં પણ પવિત્રવૃક્ષ તરીકે ઉગાડેલું હોય છે. ભારતમાં તેને પવિત્ર ગણવામાં આવે છે કેમ કે તેના ફૂલની મધ્યમાં આવેલ પાંખડીએ નાગ જેવો આકાર ધારણ કરેલો હોય છે અને તે વચ્ચે આવેલા શિવલીંગ જેવા દેખાતા પૂકેસર ને શિવલીંગની જેમ ઢાંકી રાખતું હોવાથી શિવલીંગ જેવો આકાર ધારણ કરે છે.
શિવલીંગી (વનસ્પતિ) અથવા કૈલાસપતિ નામ વડે પણ ઓળખાતા આ વૃક્ષનુ ઉદ્ભવસ્થાન અમેરિકા ખંડનો દક્ષિણ કેરેબિયન વિસ્તાર અને એમેઝોન વિસ્તાર ગણાય છે.. આ ઉપરાંત બીજા વિશ્વના ઘણા સ્થળોએ આ વૃક્ષ ઉગાડવામાં આવે છે.. ભારત દેશમાં પણ લગભગ 3000 વર્ષોથી તેનું અસ્તિત્વ છે એમ વનસ્પતિશાસ્ત્રીઓ માને છે.
આ વૃક્ષનું વૈજ્ઞાનિક નામ Couroupita guianensis એ તેના શોધક એવા ફ્રેંન્ચ વનસ્પતિશાસ્ત્રી J.F. Aublet દ્વારા આપવામાં આવેલ છે.
આ વૃક્ષનું સામાન્ય અંગ્રેજી નામ તેના ફળોનો દેખાવ તોપગોળા જેવો હોવાના કારણે છે. આ વૃક્ષને માણસોની અવરજવરથી દૂર ઉગાડવામા આવે છે કારણ કે તેના ફળો પાકીને આપમેળે પડે ત્યારે ગંભીર ઇજા કરી શકે એટલા વજનદાર હોય છે. વૃક્ષ પર ફળો પાકે ત્યારે દૂર રહેવુ હિતાવહ છે.
આ વૃક્ષની ઊંચાઈ ૩૫ મીટર સુધી વધતી હોય છે. તેનાં પર્ણો ઝૂમખામાં અને વિવિધ કદનાં (૮ થી ૩૧ સે.મી.) હોય છે. એનાં ફૂલો તીવ્ર સુગંધ ફેલાવે છે, જેની માત્રા રાત્રી, તેમ જ વહેલી સવાર દરમ્યાન વધુ હોય છે.