ચણા એ એક પ્રચલિત કઠોળ છે વનસ્પતિ શાસ્ત્રમાં જેનું શાસ્ત્રીય નામ સાઇસર એરિએટિનમ (Cicer arietinum) છે. અન્ય કઠોળની સરખામણીમાં ચણા વધુ પ્રમાણમાં પ્રોટીન ધરાવે છે. આ એક પ્રાચીન કઠોળ છે. લગભગ ૭૫૦૦ વર્ષ પહેલાં તેની ખેતી થતી થતી હોવાના પુરાવા મધ્ય પૂર્વ સ્થળોએ મળ્યા છે. [૧]
ચણાને ચીકપી, ગારબાન્ઝો બીન, સેસી બીન, સનાગાલુ, હ્યુમુસ અને બેંગાલ ગ્રામના નામથી પણ ઓળખાય છે.
માનવ વિકાસ ઈતિહાસના નીઓલીથેક કાળમાં માણસ માટીના વાસણો બનાવતો થયો તે પહેલાંના કાળમાં ચણાની ખેતી થતી હતી તેવા પુરાવા તુર્કસ્તાનમાં ઝેરીકોમાં મળ્યાં છે અને નીઓલીથેક કાળમાં માણસ માટીના વાસણો બનાવતો થયો ત્યાર પછીના ચણાના અવશેષો ર્તુર્કસ્તાનમાં હસીલરમાં મળ્યાં છે. સા સિવાય નીઓલીથીક કાળના ઉત્તર ભાગમાં લગભગ ઈ.સ પૂર્વે ૩૫૦૦ની આસપાસના ચણાના અવશેષો થેસલી, કસ્તાનસ, લેર્ના અને ડીમીનીમાં મળ્યા છે. દક્ષીણ ફ્રાંસમાં લા અબ્યુરેડરમાં એક ગુફાના મેસોલીથીક સ્તરમાં જંગલી ચણાના અવશેષો મળ્યાં છે. જે ઈ.સ પૂર્વે ૬૭૯૦ ± ૯૦ જેટલાં પ્રાચીન હોવાનો અંદાજ છે. [૨]
તામ્રયુગમાં ઈટલી અને ગ્રીસના લોકોને ચણાની જાણ હતી. શાસ્ત્રીય ગ્રીકમાં તેને એરેબીન્થોસ કહેવાતા. તેને મુખ્ય ખોરાક તરીકે ખવતો અને તેને મીઠાઈ તરીકે કે કુમળા હોય તારે સીધા ખાવામાં આવતા. રોઅમન્ લોકોને ચણાની વિવિધ જાતોની પણ જાણ હતી જેમ કે વીનસ, રામ અને પ્યુનિક. તેઓ તેને બાફીને તેની દાળ કે સૂપ બનાવતા અથવા તેને શેકીને નાસ્તામાં ખાતા. રોમન રસોઈયા એપીશિયસએ ચણાની ઘણી વાનગી વર્ણવી હતી. અવશેષો ન્યુસ નામના એક પ્રાચીન રોમન સૈન્ય કિલ્લામાં કાર્બનીભૂત થયેલા ચણા અને ચોખાના અવશેષ મળ્યા છે જે ઈ. સ. પૂર્વે પહેલી શતાબ્દીના મનાય છે.
લગભગ ઈ.સ ૮૦૦માં ચાર્લીમેગ્ની દ્વારા લખાયેલ એક ગ્રંથ કેપીટ્યુલેર ડી વીલ્સમાં સાઇસર ઈટાલીકમ દરેક રાજ્યમાં ઉગાડાતા તેવો ઉલ્લેખ છે. આલબર્ટસ મેગ્નસએ લાલ, સફેદ અને કાળા એમ ત્રણ પ્રકારના ચણાનો ઉલ્લેખ કર્યો છે. નીકોલસ કલ્પેપરના મતે ચણા એ વટાણા કરતાં વધુ સમૃદ્ધ છે અને તેને કારણે ઓછા પ્રમાણમાં પવન છૂટે છે. પ્રાચીન કાળના લોકો ચણાને વિનસ (શુક્ર) સાથે જોડતા, તેમના મતે ચણા વીર્ય, દૂધ, માસિક સ્ત્રાવ અને મૂત્ર ઉત્તેજક અને પથરીના ઈલાજમાં મદદ કરનાર હતાં.[૩] ખાસ કરીને "અફેદ ચણા"ને વધુ ફાયદાકારક ગણાતા હતાં.[૩]
૧૭૯૩માં જર્મન લેખકે જમીનમાં શેકેલા ચણાને યુરોપમાં કોફીના પુરક તરીકે નોંધ્યાં હતાં. આવા વપરાશ માટે પહેલા વિશ્વ યુદ્ધ દરમ્યાન જર્મનીમાં તે રોપાયા હતાં. ઘણી વખત તેને કોફીને બદલે આથાય છે.[૪][૫]
ચણાના છોડ ૨૦થી ૫૦ સેમી જેટલાં ઊંચા ઉગે છે. તેને ઝીણા રૂંવાટી ધરાવતા પાંદડા ડાળને બંને તરફ ઉગે છે. આ કઠોળની ફળી એક બીજી હોય છે. એટેલેકે તેની ફળીમાં માત્ર એક જ ચણાનો દાણો હોય છે. ક્યારેક તેમાં બે કે ત્રણ ચણા પણ નીકળે છે ખરા. તેના ફોલો સફેદ રંગના હોય છે અને તેને ભૂરી ગુલાબી નસો હોય છે. ચણાને સમષીતોષ્ણ વાતાવરણન્ને ૪૦૦ મિમી જેટલો વાર્ષિક વરસાદ ધરાવતું ક્ષેત્ર માફક આવે છે. તેને ઉષ્ણ કટિબંધમાં પણ ઉગાડી શકાય છે પણ પેદાશ ઓછી થાય છે.
ચણાના મુખ્ય બે પ્રકાર હોય છે.
દેશી ચણાને બેંગાલ ગ્રામ કે કાલા ચના પણ કહે છે. દેશી ચણા એ ચણાની પ્રાચીન પ્રજાતિ મનાય છે કેમકે પુરાતાત્વીક સશોધનમાં મળી આવેલ કાર્બોદિત દાણા દેશી ચણાના જ હતા. આ ચણાની પ્રજાતિની જંગલી પૂર્વજ સાઇસર રેટીક્યુલમ માત્ર ટર્કીમાં ઉગે છે તેથી ટર્કીને આ કઠોળનું ઉદ્ગમ મનાય છે. દેશી ચણામાં પાચક રેશાનું પ્રમાણ કાબુલી ચણાને મુકાબલે ઘણું વધારે હોય છે.આને કારાણે તે અત્યલ્પ ગ્લિસેમિક અંક ધરાવે છે અને તે મધુપ્રમેહ ધરાવતા દરદી માટે વધુ ફાયદાકારક છે. [૭] સફેદ ચણા ભારતમાં સૌથી પહેલા અફઘાનીસ્તાનમાંથી આવતાં તેથી તેને કાબુલી ચણા કહેવાયા. તેને સફેદ ચણા પણ કહેચાય છે.
દેશી ચણાની છાલ કાઢીને તેના બે ભાગને છૂટા કરી ચણાની દાળ મેળવવામાં આવે છે.
ઈટાલીના પ્યુગિલામાં અમુક પ્રકારના કાળા ચણા ઉગાડાવામાં આવે છે, જેને સેસી નેરી કહે છે. આ ચણા દેશી ચના કરતાં મોટાં હોય છે.
ચણાનું વાવેત ભૂમધ્ય ક્ષેત્ર, પશ્ચિમ એશિયા, ભારતીય ઉપ મહાદ્વીપ અને ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવે છે.
પાકીને સુકાયેલા ચણાને સીધાં બાફીને ખાવાના ઉપયોગમાં લઈ શકાય છે. તેમાંથી સલાડ, સ્ટ્યુ, શાક જેવી વાનગીઓ બને છે. તેની દાળને પીસીને ચનાનો લોટ મેળવી શકાય છે. ચણાની દાળના લોટને "બેસન" પણ કહેવાયા છે. બેસન એ ભારતીઅ રસોઈમાં ખૂબ મહત્ત્વનો પદાર્થ છે. આના લોટના કે અન્ય લોટ સાથે મિશ્ર કરી ભજીયા બને છે જેને ગોટા કહે છે. આરબ લોકો પણ આવ ભજીયા બનાવે છે જેને ફલાફેલ કહે છે.
ઈબેરિયન દ્વીપકલ્પમાં ચના લોકપ્રિય છે: પોર્ટુગલમાં તેમાંથી બકાલહૌ જેવી ગરમ વાનગી બનાવાય છે, સ્પેનમાં જુદા જુદા પ્રકારના તાપસ, કચુંબર (સલાડ) અને કોકીડો મેટ્રીલેનો બનાવવા માટે ચણા વપરાય છે.
અરબી રસોઈમાં ચણાને હ્યુમુસ કહે છે, તેને રાઈની પેસ્ટમામ્ મિશ્ર કરી હ્યુમુસ બી તાહિની નામની વાઙી બનાવાય છે. આ સિવાય તેને શેકીને, મસાલા ભભરાવીને લેબ્લેબી જેવા નાસ્તા તરીકે પણ ખવાય છે. ૨૦મી સદી સુધીમાં હ્યુમુસ અમેરિકન રસોઈમાં પ્રચલિત બન્યું હતું. [૮] ૨૦૧૦ સુધીમાં ૫% અમેરિકનો નિઅમિત હુમુસનું સેવન કરતાં હતાં,[૮] અને હાલમાં તે ૧૭% સુધી વિસ્તરી છે. [૯]
ચણાને અમુક પ્રજાતીને પોપ કોર્નની જેમ ફોડીને ખવાય છે. .[૧૦]
ચણામાંથી શાક પણ બને છે. આવા ચણનું શાક ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને યુકે માં લોકપ્રિય છે. ભારતીય ઉપ મહદ્વીપમાં લીલા ચણાને ગુજરાતીમાં ચણા, મરાઠીમાં હરબરા, હિંદીમાં ચના કહે છે. ઉત્તર ભારતમાં તેને છોલા કે છોલે પણ કહે છે. મોટા સફેદ ચનાને કાબુલી ચણા કહેવાય છે. ભારતીય શાકાહારી સંસ્કૃતિમાં ચના પ્રોટીનનો મુખ્ય સ્રોત છે.
ઘણાં લોકપ્રિય ગુજરાતી અને ભારતીય વ્યંજનો ચણાના લોટમાંથી બને છે. જેમ કે વિવિધ ભજિયા, પકોડા, સુકાનાસ્તા, મૂઠિયાં વગેરે. ભારત અને લેવાન્તમાં કાચા ચણા કે હરબોરાને એમજ ખવાય છે તેના પાન સલાડમાં વપરાય છે. મ્યાનમારમાંથી બર્મી તોફૂ બને છે. ઘણી રસોઈમાં શાક, માવા કે માંસને ચણાના લોટના ખીરામાં રગદોળીને તળાય છે.[૧૧] ચણાના લોટમાંથી ભૂમદ્ય પ્રદેશમાં એક પાઉં બને છે જેને સોક્કા કહે છે, દક્ષિણ ફ્રાંસમાં લેન્ટના સમયે ચણાના લોટમાંથી બનતી વાનગી પેનીસી ખવાય છે.
ફીલીપાઈન્સમાં ચાસની કે સરકા જેવા દ્રાવણમામ્ સાચવેલા ગર્બાન્ઝો બીન ને મીઠાઈ તરીકે ખવાય છે જેમ કે હલો હલો. અશ્કેનાઝી યહોદી લોકો નાન છોકરાના ઉત્સવ શાલોમ ઝાચાર દરમ્યાન ચના પીરસે છે.[૧૨]
મેક્સિકોમાં ચણાને પાણીમાં મીઠું ઉમેરી ગ્વાસાનાસ નામની વાનગી બને છે. [૧૩]
ચણા (કઠોળ) ને રંધાતા ઘણો સમય લાગે સમય ( ૧ -૨ કલાક) લાગે છે માટે ૧૨-૨૪ કલક પલાળીને વાપરવામાં આવે છે. એમ કરતા રાંધવાનો સમય ઘટી જાય છે. લીસા હ્યુમુસ બનાવવા માટે ચણની છાલ ગરમ હોય ત્યારે કાઢી નાખવી પડે છે કેમકે ઠંડી પડતા તે છાલ નીકળતી નથી. બફાઈ જતા ચણાસરળતાથી બે ભાગમાં છૂટા પડી શકે છે,.
ચણાના ઉત્પાદનમાં ભારત મોખરે છે ત્યાર બાદ પાકિસ્તાન અને તુર્કસ્તાનનો ક્રમ આવે છે.
ચણા એ જસત, ફોલેટ અને પ્રોટીનનો સારો સ્રોત મનાય છે.[૧૫][૧૬] ચણામાં ચરબીનું પ્રમાણ ઓછું હોય છે અને તે મોટે ભાગે પોલીસેચ્યુરેટેડ હોય છે.
દેશી ચણાના પોષક તત્વોની સંરચના સફેદ ચણાથી ભિન્ન હોય છે. તેમાં પાચક રેષાનું પ્રમાણ ઘણું વધુ હોય છે.
૧૦૦ ગ્રામ બાફેલા ચણામાં ૧૬૪ જેટલી કેલેરી હોય છે. તે ૨ ગ્રામ ચરબી (૦.૨૭ ગ્રામ સમ્તૃપ્ત ચરબી), ૭.૬ ગ્રામ પાચક રેષા, અને ૮.૯ ગ્રામ પ્રોટીન હોય છે. ચણામાંથી ખાદ્ય ફોસ્ફર (૧૬૮ મિગ્રા / ૧૦૦ ગ્રામ) પણ મેળે છે [૧૭], જે તેટલાજ પ્રમાણના દૂધના કરતાં વધારે હોય છે.[૧૮]
હાલના અભ્યાસમાં જણાયું છે કે ચણાનું સેવન રક્તમાં કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.[૧૯][૨૦]
ગુજરાતી સાહિત્યમાં ચણાને લાગતી કહેવત પ્રચલિત છે. "ખાલી ચણો વાગે ઘણો" એટલે કે ઓછું જ્ઞાન ધરાવનારનો આંડબર વિશેષ હોય.
|accessdate=, |date=
(મદદ) |accessdate=
(મદદ) |accessdate=
(મદદ) |last૩=
ignored (મદદ); Unknown parameter |last૧=
ignored (મદદ); Unknown parameter |first૨=
ignored (મદદ); Unknown parameter |last૨=
ignored (મદદ); Unknown parameter |first૧=
ignored (મદદ); Unknown parameter |first૩=
ignored (મદદ); Check date values in: |year=
(મદદ) ચણા એ એક પ્રચલિત કઠોળ છે વનસ્પતિ શાસ્ત્રમાં જેનું શાસ્ત્રીય નામ સાઇસર એરિએટિનમ (Cicer arietinum) છે. અન્ય કઠોળની સરખામણીમાં ચણા વધુ પ્રમાણમાં પ્રોટીન ધરાવે છે. આ એક પ્રાચીન કઠોળ છે. લગભગ ૭૫૦૦ વર્ષ પહેલાં તેની ખેતી થતી થતી હોવાના પુરાવા મધ્ય પૂર્વ સ્થળોએ મળ્યા છે.
ચણાને ચીકપી, ગારબાન્ઝો બીન, સેસી બીન, સનાગાલુ, હ્યુમુસ અને બેંગાલ ગ્રામના નામથી પણ ઓળખાય છે.