dcsimg

તુલસી ( Gujarati )

provided by wikipedia emerging languages

તુલસી (વૈજ્ઞાનિક નામ:Ocimum tenuiflorum; સંસ્કૃત: तुलसी) લેમિએસી કુળની એક સુવાસિત વનસ્પતિ છે. તુલસી એક ટટ્ટાર, બહુશાખી છોડ છે જે ૩૦ થી ૬૦ સેમી ઊંચો વધે છે. તેની ડાળીઓ રોમમય (રૂંવાટી વાળી) હોય છે તથા સામસામે એક-એક એમ સાદા પાન ઉગે છે જે તીવ્ર ગંધ ધરાવે છે. આના પાન પર્ણદંડ (petiole) દ્વારા મુખ્ય ડાળી સાથે જોડાયેલા હોય છે અને તેમનો આકાર લંબગોળ હોય છે જે ૫ સેમી સુધી લાંબા થાય છે, તેની કિનારે થોડા ખાંચા પણ હોય છે. આને આછા જાંબુડી રંગના ઝીણાં ફૂલ આવે છે જે કલગી પ્રકારનાં પુષ્પવિન્યાસમાં હોય છે.[૧] મુખ્ય બે પ્રકારની તુલસીનું ભારતમાં વાવેતર કરાય છે—લીલા-પાંદડા વાળી (રામ તુલસી) અને જાંબુડીયા-પાંદડા વાળી (શ્યામ/કૃષ્ણ તુલસી).[૨]ઓસીમમ ટેનુફ્લોરમની એક જાત થાઈ વાનગીઓમાં પણ વપરાય છે, તેને થાઈ તુલસી, અથવા ખા ફ્રાઓ (กะเพรา)[૩]તરીકે ઓળખાય છે—આને "થાઈ બાસીલ" ન ગણવું, જે ઓસીમમ બેસીલીકમની એક જાત છે.

તુલસી પ્રાચીન વિશ્વ તરિકે ઓળખાતા અને સમશિતોષ્ણ પ્રદેશોની મૂળ નિવાસી છે, અને તેનું વાવેતર બહોળા પ્રમાણમાં થાય છે, આ ઉપરાંત છુટા-છવાયા નિંદણ તરિકે પણ ઉગેલી જોવા મળે છે.[૪] તુલસીનું વાવેતર ધાર્મિક અને આયુર્વેદિક ઉપયોગ મટે થાય છે, અને તેના સુગંધી-તેલ માટે પણ. દક્ષિણ એશિયામાં આ એક ઘરગથ્થુ ઓસડ તરીકે તથા હર્બલ ચા બનાવવા માટે વ્યાપક પ્રમાણમાં પ્રચલિત છે, આ ઉપરાંત આયુર્વેદમાં પણ બહોળા પ્રમાણમાં વપરાતી ઔષધિ છે. વળી વૈષ્ણવ સંપ્રદાયમાં તેનું ખૂબ મહત્ત્વ છે, જેમાં ભક્તો તુલસીના છોડની પુજા કરે છે અને તેના પાનનો ઉપયોગ પણ અનેક પ્રકારે પુજાવિધિમાં થતો હોય છે.

આયુર્વેદમાં

ઘા રુઝવવાના તુલસીના ગુણને કારણે તુલસી હજારો વર્ષોથી આયુર્વેદમાં વપરાતી આવી છે. ચરકે આયુર્વેદનાં પ્રાચિતતમ ગ્રંથ ચરક સંહિતામાં તેનો ઉલ્લેખ કર્યો છે.[૫]તુલસીને બળપ્રદાયી ગણાય છે,[૬] જે શરીરની વિવિધ પ્રક્રિયાઓમાં સમતોલન લાવે છે, અને તણાવનો સામનો કરવામાં મદદ કરે છે.[૭] તેની તીવ્ર સુગંધ અને તીખા સ્વાદને લીધે, તેને આયુર્વેદમાં રામબાણ જીવન ઔષધ મનાય છે અને તે દીર્ધ આયુષ્ય આપે છે એમ કહેવાય છે.[૮] તુલસીના અર્કનો ઉપયોગ આયુર્વેદમાં સામાન્ય શર્દી, માથાનો દુખાવો, પેટની તકલીફો, સોજા, હૃદયના દર્દ, ઝેર વિકાર અને મલેરિયામાં કરવામાં આવે છે. પારંપારિક રીતે તુલસી વિવિધ રીતે ગ્રહણ કરવામાં આવે છે: ઉકાળા તરીકે, સુકા ચૂર્ણ તરીકે, તાજા પાંદડા કે ઘી સાથે મેળવીને. કર્પૂર તુલસીમાંથી કાઢેલા સુગંધી-તેલને ઔષધિ તરીકે સૌંદર્ય પ્રસાધનોમાં અને તેના જીવાણું-નાશક (એન્ટિ-બેક્ટેરિયલ) ગુણધર્મને લીધે તેને ત્વચા રોગના ઔષધોમાં વપરાય છે. સદીઓથી તુલસીના સુકાવેલા પાંદડાને અનાજમાંથી જીવડા (ધનેરા વગેરે)ને દૂર રાખવા જાળવણીમાં વપરાય છે.[૯]

હાલના સંશોધનોમાં જણાયું છે કે તુલસી તેનામાં વિપુલ પ્રમાણમાં રહેલા યુજીનોલ(eugenol:1-hydroxy-2-methoxy-4-allylbenzene)ને કારણે એમ માનવામાં આવે છે કે આધુનિક દર્દનાશક (painkillers) દવાઓની માફક કદાચ COX-2 અવરોધક હોય.[૧૦][૧૧] એક અભ્યાસમાં જણાવ્યું છે કે તુલસી લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડીને ડાયાબિટીસના ઈલાજમાં મદદ કરે છે. આ જ અભ્યાસમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે તુલસી વાપરવાથી કોલેસ્ટ્રોલના સ્તરમાં દેખીતો ઘટાડો થયો. એક અન્ય અભ્યાસમાં જણાયું કે તેનામાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ ગુણધર્મને કારણે લોહીમાં ગ્લુકોઝના સ્તરની જાળવણીમાં ફાયદો થાય છે.[૧૨]

કીરણોત્સર્ગ (રેડીએશન)થી થયેલા વિષ વિકારો[૧૩] અને મોતિયા (મોતિબિંદુ)[૧૪] ઉપર પણ તુલસી ફાયદાકારક સાબિત થઈ છે. ડૉ.પંકજ નરમ કહે છે કે પશ્ચિમના દેશોમાં તેણે ૨૦ વર્ષમાં ૨૦૦૦૦ બ્રેસ્ટ કેન્સરના કેસો આયુર્વેદથી સારા કર્યાં છે. ત્યાં જોવા મળ્યું છે કે મેકડોનાલ્ડઝના જંક ફૂડ, પિત્ઝા અને બીજી ચરબીવાળા ભોજનની ટેવને કારણે ત્રિદોષ વકરે છે. તે માટે ત્રિદોષહરની આયુર્વેદની દવા આવે છે પણ સૌથી વધુ અસરકારક અસર તુલસી કરે છે. સાદો આહાર રાખીને આયુર્વેદની ટ્રીટમેન્ટ સાથે રોજ સવારે તુલસીનાં સાત પાન ચાવી જવાં. પછી રોજ સંખ્યા વધારીને ૧૦ પાંદડા ખાવાથી કેન્સર જલદી સારું થાય છે.[૧૫]

તુલસીના અમુક ખાસ રાસાયણીક તત્વો આ પ્રમાણે છે: ઓલિનોલીક એસિડ, અર્સોલીક એસિડ, રોસમેરીનીક એસિડ, યુજીનોલ, કાર્વાક્રોલ, લીનાલુલ, અને બીટા-કેરીઓફાયલીન.[૬]

હિંદુ ધર્મમાં

તુલસી, જેનો સંસ્કૃત અર્થ થાય છે 'અદ્વિતીય', તેની સંપૂર્ણ ભારતવર્ષમાં પૂજા કરવામાં આવે છે. તેને મોટે ભાગે વિષ્ણુની પત્નીનાં રૂપે ઓળખાય છે .[૧૬][૧૭] હિંદુ ધર્મમાં બે પ્રકારની તુલસી પુજાય છે—"રામ તુલસી" જેને આછા લીલા પાંદડા આવે છે જે કદમાં મોટા હોય છે; અને "કૃષ્ણ તુલસી" જેને ઘેરા રંગના પાંદડા આવે છે આ પાંદડા વિષ્ણુની પુજા માટે મહત્વના છે.[૧૮]

ઘણાં હિંદુઓ પોતાના ઘરની બહાર તુલસી રોપે છે, ક્યરેક ખાસ તુલસી ક્યારીમાં. વિષ્ણુ મંદિરોમાં તુલસી સવિશેષ જોવા મળે છે, અને ઉગાડવામાં આવે છે, વારાણસીમાં તો ખાસ.[૧૯]

તુલસી વિવાહ નામના એક ઉત્સવમાં હિંદુ પંચાંગના કારતક મહિનાની સુદ એકાદશીના દિવસે વિધિવત તુલસીના છોડને વિષ્ણુ સાથે પરણાવવામાં આવે છે. આ દિવસે વિવાહ-લગ્ન આદિ શુભ કાર્યમાટે અશુભ ગણાતા ચાતુર્માસનો પણ અંત આવે છે. આ વિવાહ સાથે ભારતમાં લગ્નની મોસમનો પ્રારંભ થાય છે. કારતક મહીનામાં દીવા પ્રગટાવવાની પ્રથા સાથે તુલસીની પણ પૂજા કરાય છે અને તેને શુકનવંતી મનાય છે. વૈષ્ણવો ખાસ કરીને કારતક માસમાં તુલસીની દરરોજ પૂજા કરે છે.[૨૦]

તુલસીના લાકડા (થડ)માંથી બનેલા મણકાની માળા વૈષ્ણવો જપ માટે રાખે છે અને આવા જ ઝીણા મણકાઓની બનેલી તુલસી માળા ગળામાં પણ પહેરે છે. આ માળા પહેરનારને કૃષ્ણ કે વિષ્ણુ દ્વારા સંરક્ષિત મનાય છે. તુલસી અને વૈષ્ણવોનો એવો સંબંધ છે કે વૈષ્ણવોને ગળે તુલસીની માળા પહેરનાર તરીકે ઓળખાય છે.[૧૭]

શ્રી તુલસી વંદના

વૃન્દાયૈ તુલસીદેવ્યૈ પ્રિયાયૈ કેશવસ્ય ચ |
કૃષૃણભક્તિપ્રદે દેવિ, સત્યવત્યૈ નમો નમઃ ||

ચિત્રમાલા

સંદર્ભ

  1. Warrier, P K (1995). Indian Medicinal Plants. Orient Longman. p. 168. Check date values in: |year= (મદદ)
  2. Kothari, S K (November/December 2005). "Volatile Constituents in Oil from Different Plant Parts of Methyl Eugenol-Rich Ocimum tenuiflorum L.f. (syn. O. sanctum L.) Grown in South India". Journal of Essential Oil Research: JEOR. Retrieved 2008-09-05. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ); Check date values in: |accessdate=, |date= (મદદ)
  3. Staples, ibid.
  4. Staples, George (1999). Ethnic Culinary Herbs. University of Hawaii Press. p. 73. ISBN 9780824820947. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ); Check date values in: |year= (મદદ)
  5. NIIR Board, National Institute of Industrial Research (India) (2004). Compendium of Medicinal Plants. 2004. National Institute of Industrial Research. p. 320. ISBN 9788186623800. Check date values in: |year= (મદદ)
  6. ૬.૦ ૬.૧ Kuhn, Merrily (2007). Winston & Kuhn's Herbal Therapy & Supplements: A Scientific and Traditional Approach. Lippincott Williams & Wilkins. p. 260. ISBN 9781582554624. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ); Check date values in: |year= (મદદ)
  7. Botanical Pathways article with clinical trials details
  8. Puri, Harbans Singh (2002). Rasayana: Ayurvedic Herbs for Longevity and Rejuvenation. CRC Press. pp. 272–280. ISBN 9780415284899. Check date values in: |year= (મદદ)
  9. Biswas, N. P. "Evaluation of some leaf dusts as grain protectant against rice weevil Sitophilus oryzae (Linn.)". Environment and Ecology. (Vol. 23) ((No. 3) 2005): pp. 485–488. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)CS1 maint: Extra text (link)
  10. Indian J Exp Biol. 1999 Mar;37(3):248-52.
  11. Prakash P, Gupta N. Therapeutic uses of Ocimum sanctum Linn (Tulsi) with a note on eugenol and its pharmacological actions: a short review.
  12. Evaluation of Hypoglycemic and Antioxidant Effect of Ocimum Sanctum,. Jyoti Sethi, Sushma Sood, Shashi Seth, and Anjana Talwar. Indian Journal of Clinical Biochemistry, 2004, 19 (2) 152-155.
  13. Sharma, P; Kulshreshtha, S; Sharma, A L. Anti-cataract activity of Ocimum sanctum on experimental cataract. Indian Journal of Pharmacology, v.30, n.1, 1998:16-20
  14. Devi, P. Uma; Ganasoundari, A.. Modulation of glutathione and antioxidant enzymes by Ocimum sanctum and its role in protection against radiation injury. Indian Journal of Experimental Biology, v.37, n.3, 1999. March,:262-268.
  15. [૧]
  16. Claus, Peter J. (2003). South Asian Folklore: An Encyclopedia. Taylor & Francis. p. 619. ISBN 9780415939195. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ); Check date values in: |date= (મદદ)
  17. ૧૭.૦ ૧૭.૧ Simoons, Frederick J. (1998). Plants of life, plants of death. Univ of Wisconsin Press. pp. 7–40. ISBN 9780299159047. Check date values in: |date= (મદદ)
  18. Chatterjee, Gautam (2001). Sacred Hindu Symbols. Abhinav Publications. p. 93. ISBN 9788170173977. Check date values in: |date= (મદદ)
  19. Simoons, pp. 17-18.
  20. Flood, Gavin D. (2001). The Blackwell companion to Hinduism. Wiley-Blackwell. p. 331. ISBN 9780631215356. Check date values in: |date= (મદદ)

license
cc-by-sa-3.0
copyright
વિકિપીડિયા લેખકો અને સંપાદકો

તુલસી: Brief Summary ( Gujarati )

provided by wikipedia emerging languages

તુલસી (વૈજ્ઞાનિક નામ:Ocimum tenuiflorum; સંસ્કૃત: तुलसी) લેમિએસી કુળની એક સુવાસિત વનસ્પતિ છે. તુલસી એક ટટ્ટાર, બહુશાખી છોડ છે જે ૩૦ થી ૬૦ સેમી ઊંચો વધે છે. તેની ડાળીઓ રોમમય (રૂંવાટી વાળી) હોય છે તથા સામસામે એક-એક એમ સાદા પાન ઉગે છે જે તીવ્ર ગંધ ધરાવે છે. આના પાન પર્ણદંડ (petiole) દ્વારા મુખ્ય ડાળી સાથે જોડાયેલા હોય છે અને તેમનો આકાર લંબગોળ હોય છે જે ૫ સેમી સુધી લાંબા થાય છે, તેની કિનારે થોડા ખાંચા પણ હોય છે. આને આછા જાંબુડી રંગના ઝીણાં ફૂલ આવે છે જે કલગી પ્રકારનાં પુષ્પવિન્યાસમાં હોય છે. મુખ્ય બે પ્રકારની તુલસીનું ભારતમાં વાવેતર કરાય છે—લીલા-પાંદડા વાળી (રામ તુલસી) અને જાંબુડીયા-પાંદડા વાળી (શ્યામ/કૃષ્ણ તુલસી).ઓસીમમ ટેનુફ્લોરમની એક જાત થાઈ વાનગીઓમાં પણ વપરાય છે, તેને થાઈ તુલસી, અથવા ખા ફ્રાઓ (กะเพรา)તરીકે ઓળખાય છે—આને "થાઈ બાસીલ" ન ગણવું, જે ઓસીમમ બેસીલીકમની એક જાત છે.

તુલસી પ્રાચીન વિશ્વ તરિકે ઓળખાતા અને સમશિતોષ્ણ પ્રદેશોની મૂળ નિવાસી છે, અને તેનું વાવેતર બહોળા પ્રમાણમાં થાય છે, આ ઉપરાંત છુટા-છવાયા નિંદણ તરિકે પણ ઉગેલી જોવા મળે છે. તુલસીનું વાવેતર ધાર્મિક અને આયુર્વેદિક ઉપયોગ મટે થાય છે, અને તેના સુગંધી-તેલ માટે પણ. દક્ષિણ એશિયામાં આ એક ઘરગથ્થુ ઓસડ તરીકે તથા હર્બલ ચા બનાવવા માટે વ્યાપક પ્રમાણમાં પ્રચલિત છે, આ ઉપરાંત આયુર્વેદમાં પણ બહોળા પ્રમાણમાં વપરાતી ઔષધિ છે. વળી વૈષ્ણવ સંપ્રદાયમાં તેનું ખૂબ મહત્ત્વ છે, જેમાં ભક્તો તુલસીના છોડની પુજા કરે છે અને તેના પાનનો ઉપયોગ પણ અનેક પ્રકારે પુજાવિધિમાં થતો હોય છે.

license
cc-by-sa-3.0
copyright
વિકિપીડિયા લેખકો અને સંપાદકો