dcsimg
Imagem de Cynodon
Life » » Archaeplastida » » Angiosperms » » Grama »

Cynodon dactylon (L.) Pers.

ધરો ( Guzerate )

fornecido por wikipedia emerging languages

ધરો, ધ્રો, ધ્રોખડ અથવા દૂર્વા એક પ્રકારની વનસ્પતિ અને ઘાસનો પ્રકાર છે. તેનું વૈજ્ઞાનિક નામ Cynodon dactylon છે. વનસ્પતિશાસ્ત્રના વર્ગીકરણ પ્રમાણે તે પોએસી કુળનું સભ્ય છે.

ભારતીય સંસ્કૃતિમાં ગણપતિ પૂજન[૨] અને અન્ય પૂજનોમાં ધરો વપરાય છે. આને પવિત્ર અને માંગલિક માનવામાં આવે છે.[૩] ઘાસના રૂપમાં તેની અનેક વિશેષતાઓ છે. જેમકે- પાણીના અભાવે એક વાર સુકાઈ જવાનો વારો આવે, તો પણ પાણીની પ્રાપ્તિ થતાં તે ફરી લીલીછમ થઈ જાય છે. મૂળમાંથી ખેંચી કાઢવામાં આવે, અને બીજે રોપવામાં આવે, તો બીજા સ્થળમાં પણ તે જામી જાય છે. પોતે ટૂકડાઓમાં વહેંચાઈને પોતાના પરિવારની વૃદ્ધિ કરતી રહે છે. ધરોના આ પ્રકારના જીવન ઉપરથી પ્રેરણા મેળવવા માટે તેનો પૂજાના કાર્યમાં પ્રયોગ કરાયો છે. વ્યાપારીઓ ચોપડા પૂજન વખતે ચોપડામાં નાગરવેલના પાનની સાથે ફૂલ અને ધરોને પણ ચોપડામાં પધરાવે છે. એની પાછળની ભાવના એવી હોય છે કે અમારું વ્યાપારનું કાર્ય પણ ક્યારેક ધનના અભાવે કે મંદીના કારણે ઓછું થઈને સુકાવા લાગે, તો પણ ફરી પાછું ધનની સગવડ થતાં કે તેજીની સ્થિતિ આવતાં વ્યાપાર પાછો, લીલોછમ થઈ જાય.

ચિત્ર ઝલક

આ પણ જુઓ

સંદર્ભ

  1. "The Plant List: A Working List of All Plant Species".
  2. "તાજગી અને પ્રફુલ્લતાનું પ્રતિક છે દુર્વા". દિવ્ય ભાસ્કર. ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૦. Retrieved ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૬. Check date values in: |access-date=, |date= (મદદ)
  3. "પાટણ-સિદ્ધપુર સહિત જિલ્લામાં ધરો આઠમ શ્રદ્ધાપૂર્વક ઊજવાઇ". દિવ્ય ભાસ્કર. ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૦. Retrieved ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૬. Check date values in: |access-date=, |date= (મદદ)
licença
cc-by-sa-3.0
direitos autorais
વિકિપીડિયા લેખકો અને સંપાદકો
original
visite a fonte
site do parceiro
wikipedia emerging languages

ધરો: Brief Summary ( Guzerate )

fornecido por wikipedia emerging languages

ધરો, ધ્રો, ધ્રોખડ અથવા દૂર્વા એક પ્રકારની વનસ્પતિ અને ઘાસનો પ્રકાર છે. તેનું વૈજ્ઞાનિક નામ Cynodon dactylon છે. વનસ્પતિશાસ્ત્રના વર્ગીકરણ પ્રમાણે તે પોએસી કુળનું સભ્ય છે.

ભારતીય સંસ્કૃતિમાં ગણપતિ પૂજન અને અન્ય પૂજનોમાં ધરો વપરાય છે. આને પવિત્ર અને માંગલિક માનવામાં આવે છે. ઘાસના રૂપમાં તેની અનેક વિશેષતાઓ છે. જેમકે- પાણીના અભાવે એક વાર સુકાઈ જવાનો વારો આવે, તો પણ પાણીની પ્રાપ્તિ થતાં તે ફરી લીલીછમ થઈ જાય છે. મૂળમાંથી ખેંચી કાઢવામાં આવે, અને બીજે રોપવામાં આવે, તો બીજા સ્થળમાં પણ તે જામી જાય છે. પોતે ટૂકડાઓમાં વહેંચાઈને પોતાના પરિવારની વૃદ્ધિ કરતી રહે છે. ધરોના આ પ્રકારના જીવન ઉપરથી પ્રેરણા મેળવવા માટે તેનો પૂજાના કાર્યમાં પ્રયોગ કરાયો છે. વ્યાપારીઓ ચોપડા પૂજન વખતે ચોપડામાં નાગરવેલના પાનની સાથે ફૂલ અને ધરોને પણ ચોપડામાં પધરાવે છે. એની પાછળની ભાવના એવી હોય છે કે અમારું વ્યાપારનું કાર્ય પણ ક્યારેક ધનના અભાવે કે મંદીના કારણે ઓછું થઈને સુકાવા લાગે, તો પણ ફરી પાછું ધનની સગવડ થતાં કે તેજીની સ્થિતિ આવતાં વ્યાપાર પાછો, લીલોછમ થઈ જાય.

licença
cc-by-sa-3.0
direitos autorais
વિકિપીડિયા લેખકો અને સંપાદકો
original
visite a fonte
site do parceiro
wikipedia emerging languages